અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ધારી કોર્ટના વર્ષ ૨૦૦૬ના કેસમાં પકડ વોરંટ ધરાવતા અને છેલ્લા બે દાયકાથી ફરાર ૫૫ વર્ષીય આરોપી પ્રથમેશકુમાર બીપીનચંદ્ર પંડ્‌યાને વડોદરાથી ઝડપી પાડ્‌યો છે. એલ.સી.બી. પીઆઈ અને પીએસઆઈ સાપરાના માર્ગદર્શન હેઠળ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે આ સફળતા મેળવી છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધારી પોલીસને સોંપવામાં આવ્યો છે.