ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની ગતિ હવે વધુ તેજ બનવા જઈ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય રેલમંત્રી અÂશ્વની વૈષ્ણવે અમદાવાદની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શહેરની રેલ્વે માળખાગત સુવિધાઓ, કનેÂક્ટવિટી અને વિવિધ અદ્યતન પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષા કરી આગામી સમયમાં શહેરનો પરિવહન અને ઔદ્યોગિક નકશો બદલાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રેલમંત્રીએ અમદાવાદના વર્તમાન રેલ્વે સ્ટેશનોના કાયાકલ્પ અંગે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અસારવા રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓમાં ધરખમ વધારો કરવાનો અને સ્ટેશનનું આસપાસના શહેરી વિસ્તારો સાથેનું જાડાણ વધુ મજબૂત બનાવવાનો છે. આ ઉપરાંત મુસાફરોની અવરજવર સરળ કરવા માટે સાબરમતી સ્ટેશન રોડના વિસ્તરણ પર પણ ગંભીર ચર્ચા થઈ છે, જેનાથી શાહપુર સુધી પહોંચવું સરળ બનશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
ભારતનો અત્યંત મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. પ્રોજેક્ટનું બાંધકામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી, ટૂંક સમયમાં જ પ્રથમ ઓપરેશનલ સેક્શનનું તબક્કાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે, જે દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. વધુમાં સ્થાનિક કનેÂક્ટવિટીને વેગ આપવા માટે અમદાવાદના ઓમનગર અંડરપાસનું કામ આગામી નવરાત્રિ ઉત્સવ પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે હોવાની માહિતી આપતા કેન્દ્રિય રેલવે મંત્રી અÂશ્વની વૈષ્ણવે અધિકારીઓને બાકીનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.રેલ્વે સુવિધાઓ ઉપરાંત અમદાવાદનું સાણંદ હવે વૈÂશ્વક ઔદ્યોગિક નકશા પર ચમકવા માટે તૈયાર છે. સાણંદમાં ભારતનો ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સીજી સેમી ઓએસએટી સ્થાપવામાં આવી રહ્યો છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્લાન્ટ દેશની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે અને સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પૂરી પાડશે.









































