જામનગર શહેરમાં ગુંડાતત્વો ફરી એકવાર બેફામ બન્યા હોય તેવી સરાજાહેર હત્યાકાંડથી ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઈ છે. જામનગરના ખેતીવાડી વિસ્તારમાં એક ૨૦ વર્ષના આશાસ્પદ યુવાન કરણ વાઘેલા પર અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ અને ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા હુમલાનો મામલો હત્યામાં પરિણમ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના પરીવારજનોએ આરોપીઓ પકડાઈ નહીં, ત્યાં સુધી મૃતદેહને Âસ્વકારના ઈનકાર કરી ન્યાયની માંગ કરી છે.
ઘટનાની વિગતો આપતા મૃતક કરણના કાકા ગિરીશભાઈ વાઘેલાએ જણાવ્યું કે, કરણ તેમના નાના ભાઈનો દીકરો હતો. જે ગતરાતે મોડી સાંજે વિસ્તારમાં આવેલી મુકેશભાઈની દુકાને માત્ર છાશ લેવા માટે ગયો હતો. એ સમયે દારૂના નશામાં ધૂત થઈને આવેલા કેટલાક આવારા તત્વોએ વાહન ભટકાવવાના બહાને કરણ સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને અચાનક જ હુમલો કરી દીધો હતો. ગિરીશભાઈ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ચૂક્્યા હતા.
આ હુમલો એટલો ક્રૂર અને ભયાનક હતો કે, ગુંડાઓએ છરીના ઘા ઝીંકતા યુવાનના આંતરડા બહાર નીકળી ગયા હતા. હુમલાખોરોએ કરણના પેટ અને પડખાના ભાગે છરીના આડેધડ ૪થી ૫ ઘા ઝીંકીને તેને જાહેરમાં રેંસી નાખ્યો હતો. ઘટના સમયે ત્યાં હાજર ૪થી ૫ લોકોએ કરણને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ બચાવવા આવેલા લોકોને પણ ધક્કા મારીને હાંકી કાઢ્યા હતા. આ સમગ્ર લોહિયાળ ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે.
મૃતકના કાકાએ સ્થાનિક તંત્ર અને પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, આ ગુનેગારો અવારનવાર વિસ્તારમાં આવેલા દાદાના ઓટલા પાસે ઝઘડા કરે છે અને ત્યાં જ દારૂના ગેરકાયદેસર ધંધા ચલાવે છે. આ શખ્સો હંમેશા પોતાની સાથે છરી જેવા હથિયારો રાખીને ફરે છે. અગાઉ મેલડી માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં પણ આ લોકોએ છરી મારી હોવાનો ત્રીજા મોટો ગુનો છે, છતાં પણ પોલીસ તેમની સામે કોઈ કડક એક્શન લેતી નથી અને પોલીસ જ તેમને છાવરતી હોવાનો સણસણતો આરોપ પરિવારે લગાવ્યો છે.

આ અમાનવીય ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરિવારે માંગણી કરી છે કે જ્યાં સુધી ગુનામાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ યુવાનના મૃતદેહ (બોડી)નો સ્વીકાર કરશે નહીં. હોÂસ્પટલ પરિસરમાં પરિવારના આક્રંદ અને આક્રોશને પગલે માહોલ ગમગીન બની ગયો છે, ત્યારે હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ઘટનાસ્થળ પરથી મળેલા અન્ય મહત્વના પુરાવાઓના આધારે ફરાર થઈ ગયેલા હુમલાખોર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.