લાઠી તાલુકાના દામનગર નજીક પાડરશીંગાની પવિત્ર ભૂમિ પર શ્રી નકળંગધામ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં છેલ્લા પચાસ વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જ્યાં અવારનવાર પૂજ્ય સંતો-મહંતો પધારે છે. આગામી
તારીખ ૧૬-૦૭-૨૦૨૬ ને ગુરુવારના રોજ અહીં અષાઢી બીજ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ ધાર્મિક ઉત્સવમાં સવારના ૮ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ભક્તો માટે અખંડ જ્યોતના દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ સાંજે ભવ્ય મહાપ્રસાદ અને રાત્રે લોકપ્રિય સંતવાણીનું સુંદર આયોજન કરાયું છે. આશ્રમના મહંત બાલકદાસ બાપુ ગુરૂ પ્રેમસાહેબ બાપાએ તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.





































