બાબરાના ખંભાળા ગામે સર્પદંશથી એક યુવકનું મૃત્યુ થયું હતું. શિવાભાઇ લઘરાભાઇ આહલગામા (ઉ.વ.૪૨)એ પોલીસને કરેલી જાહેરાત મુજબ, નાનજીભાઇ લઘરાભાઇ આહલગામા (ઉ.વ.૪૦)ને કોઇ ઝેરી સાપ કરડવાના કારણે શ્વાસોચ્છ્વાસ બંધ થઇ જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































