રાજ્યની બીજા ક્રમની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે લંબાઈમાં ટૂંકી થશે. કોરોના કાળ બાદ આ બીજું વર્ષ છે જ્યારે સમિતિએ વિશેષ નિર્ણયો લીધા છે. ઈરાન યુદ્ધને કારણે ઇંધણની સમસ્યા અને વડાપ્રધાનના ઈલેક્ટ્રિક વાહનો પરના ભારને ધ્યાનમાં રાખીને રથયાત્રામાં ટ્રકોની સંખ્યા ઘટાડવામાં આવી છે, જેથી સરઘસની લંબાઈ પણ ઓછી થશે.ભાવનગર શહેરમાં રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજાશમાં ચાલી રહી છે. રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા સમિતિ દ્વારા ૪૧મી રથયાત્રાને પગલે કેટલાક નિર્ણયો કોરોનાકાળની જેમ લેવામાં આવ્યા છે. જેમાં રાષ્ટÙની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરાયા છે. રથયાત્રા સમિતિએ ચાલુ વર્ષે શું તૈયારીઓ કરી છે અને શું રથયાત્રામાં જાવા મળશે,
ભાવનગર જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા સમિતિ દ્વારા ૪૧મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયરાજસિંહજીના હસ્તે સવારમાં પહિંદ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ સાધુ-સંતોની ઉપÂસ્થતિમાં ધર્મસભાનું આયોજન કરાશે.
ભાવનગર શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આશરે અઢી થી ત્રણ કિલોમીટર લાંબી હોય છે. ત્યારે આ વર્ષે ઈરાન યુદ્ધની અસર રથયાત્રા ઉપર પડી છે. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે રથયાત્રામાં ટ્રક જાડાતી હોય છે, પણ રાષ્ટÙની Âસ્થતિને ધ્યાને લઈને અમે આ વખતે નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં જેમ સરકારના નિયમોનું પાલન કર્યું હતું, તેમ આ વખતે ઈરાન યુદ્ધના કારણે ઇંધણની સમસ્યા છે અને વડાપ્રધાને ઇલેÂક્ટ્રક વાહનો પર ભાર મૂક્્યો છે. તેથી અમે રથયાત્રામાં ગયા વર્ષે જાડાયેલા ૮૨-૮૩ ટ્રકોની સંખ્યા ઘટાડીને ૬૦ કરી દીધી છે. આમ અમે ટ્રકની સંખ્યામાં છટણી કરી છે.ભાવનગર શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ અખાડાવાળાઓ આગળ ચાલતા હોય છે. ત્યારે આ વર્ષે અખાડાની સ્થિતિને લઈને હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે રથયાત્રામાં દર વર્ષે અખાડાઓ હોય છે, જેમાં બજરંગદળ, દુર્ગાવાહિની, વિશ્વ હિન્દુ પરિષદ અને જીમનાÂસ્ટકના દાવ-પેચ કરતા અખાડાઓ સામેલ છે. આ વર્ષે વધુ એક અખાડો પંજાબથી આવવાનો છે, જે સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.