ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ અને જેલમાંથી ફરાર કેદીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત અમરેલી એલ.સી.બી. પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળની ટીમે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૬ માં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળી રહેલા એક લિસ્ટેડ આરોપીને ઝડપી પાડ્‌યો છે. પકડાયેલા આરોપીની ઓળખ રમેશભાઈ કરણાભાઈ ઝાલા (ઉંમર વર્ષ ૪૦, રહે. સનખડા, માલાણી શેરી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ) તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.