રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભક્તિનગર રેલવે સ્ટેશનનું કાયાકલ્પ થઈ ચૂક્યૂ છે. આગામી ૧૭ જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ નવનિર્મિત સ્ટેશનનું વર્ચ્યુઅલ માધ્યમથી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. અંદાજે ૨૬.૮૦ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ સ્ટેશનને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેનો દેખાવ એરપોર્ટ જેવો ભવ્ય લાગે છે.આ રેલવે સ્ટેશનનો વિકાસ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના જૂના સ્ટેશનોને આધુનિક સમયની જરૂરિયાતો મુજબ રીડેવલપ કરવાનો છે. નવનિર્મિત ભક્તિનગર સ્ટેશન પર હવે મુસાફરોને અદ્યતન લિફ્ટ, એર-કંડિશન્ડ વેઈટિંગ રૂમ, વિશાળ અને સુવ્યવસ્થિત પા‹કગ સુવિધા તેમજ સુંદર લેન્ડસ્કેપિંગ જાવા મળશે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પણ અહીં ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આ રેલવે પ્રોજેક્ટ દેશને સમર્પિત થવાની સાથે જ સૌરાષ્ટ્રના પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે. આ સ્ટેશન આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. લોકાર્પણના આ મુખ્ય કાર્યક્રમમાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો પણ ડિજિટલ અને પ્રત્યક્ષ માધ્યમથી જાડાશે. આ સુવિધાથી રોજબરોજ મુસાફરી કરતા હજારો મુસાફરોનો પ્રવાસ વધુ સુખદ અને આરામદાયક બનશે.