અમરેલી જિલ્લામાં પોલીસે પ્રોહિબિશન સામે લાલ આંખ કરી છે. બગસરા – હામાપુર રોડ પુલ પાસે એક કારમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ પકડાયો હતો, જ્યારે જામ બરવાળા ગામેથી ૨૫ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. તાઈવદર ગામના રવુભાઇ નનકાભાઇ શાખ (ઉ.વ. ૩૬) બગસરા – હામાપુર રોડ પુલ પાસેથી ઈનોવા કાર લઈને પસાર થતા હતા, ત્યારે પોલીસે તેમને અટકાવી તલાશી લેતા કારમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂ સહિત રૂપિયા ૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત, જામ બરવાળા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૫ બોટલ અને ૧૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે દાતરડી, નાગેશ્રી, ચાંચ અને અમરેલીમાંથી એક-એક વ્યક્તિ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.