સાવરકુંડલાના ધજડી ગામની સીમમાંથી ૫ પત્તા પ્રેમી પકડાયા હતા. તેમની પાસેથી ૧૪૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ધજડી ગામની સીમમાં વાડીના શેઢે ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં કનુભાઈ વાસુરભાઇ ખુમાણ, ગભરૂભાઈ એભલભાઈ બોરીચા, રામજીભાઈ દેવજીભાઈ નગવાડીયા, પ્રફુલભાઈ રામજીભાઈ નસીત તથા સંજયભાઈ નાનજીભાઈ ગોહિલ રોકડા રૂ.૧૪,૧૮૦, એક હાથબત્તી મળી કુલ ૧૪,૨૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એ.બગડા વધુ તપાસ કરી રહ્યા છે.