ધારીમાં કરિયાણાના વેપારીને વિશ્વાસમાં લઈ રૂ. ૩.૭૦ લાખનો માલ ખરીદ્યા બાદ પૈસા ન ચૂકવ્યા હતા. આ અંગે કરિયાણાના વેપારી શબીરભાઇ તાહીરભાઇ લક્ષમીધર (ઉ.વ.૪૯) એ અજયભાઇ સુંદરલાલ
મઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેઓ કરિયાણા અને જનરલ સ્ટોર્સની દુકાન ચલાવે છે. આરોપીએ તેમને ઉધાર કરિયાણું આપવા અને પૈસા પછી ચૂકવી આપવાનો વિશ્વાસ આપી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી અલગ અલગ સમયે કુલ રૂ. ૩,૭૦,૬૪૯ નું જથ્થાબંધ કરિયાણું લઇ રકમ નહીં આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.









































