અમરેલી શહેરના ઠેબી ડેમ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પૂર અને બચાવ કામગીરી અંગે વિશેષ મોકડ્રીલ યોજાઈ હતી. આપત્તિના સમયે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને તંત્રની તૈયારી ચકાસવા માટે કાલ્પનિક દ્રશ્ય ઉભુ કરવામાં આવ્યુ હતું. જેમાં ડેમના પાણીમાં બે યુવકો ડૂબી રહ્યા હોવાની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળતા જ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. NDRFની ટીમ, પોલીસ, પેરામેડિકલ સ્ટાફ અને આપદામિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. કુલ ૫૨ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. દ્ગડ્ઢઇહ્લના જવાનો દ્વારા ડૂબતા યુવકોને સુરક્ષિત બહાર કાઢી ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. મોકડ્રીલથી ભવિષ્યની આપત્તિ સમયે ઝડપી અને અસરકારક કામગીરી માટેની તૈયારી વધુ મજબૂત બની હતી.





































