નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે. હાઈસ્કૂલ ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત તમાકુ વિરોધી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં તમાકુથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે જાગૃતિ લાવવાનો હતો. વિશેષ મહેમાનો ડો. જિજ્ઞાબેન પટેલ, શ્રીમતી રોજીબેન અને આફતાબભાઈએ વ્યસનથી દૂર રહેવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં ખોખર સુહાના પ્રથમ, ચૌહાણ મહેંદી દ્વિતીય અને ચાવડા કેવલ
તૃતીય ક્રમે રહ્યા હતા. સંચાલન તૃપ્તિબેન ભરાડ અને જયંતીભાઈ ખડદિયાએ કર્યું હતું. આચાર્ય ચેતનકુમાર ગુજરીયા તથા ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરી આ પ્રયાસને બિરદાવ્યો હતો.



































