રાજુલાના મોટા રીંગણીયાળા ગામે એક વયોવૃધ્ધનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગે જયસુખભાઇ રવજીભાઇ માંડણકા (ઉ.વ.૫૮)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, છગનભાઇ માધાભાઇ માંડણકા (ઉ.વ.૮૪) કોઇ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.