સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં ૧૬ ઓક્ટોબરે કોલેજ સમય દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી જોવા મળે તેવા હેતુથી પરંપરાગત રીતે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડી.એલ. ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન તથા માર્ગદર્શન ડા. રૂકશાનાબેન કુરેશી અને ડા. પ્રતિમા શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.










































