જાફરાબાદ બંદરથી આશરે ૬ નોટિકલ માઈલદૂર વઢેરા ગામની સામે દરિયામાં ટોકન લીધા વગર માછીમારી કરવા ગયેલી બોટ ઝડપાઈ હતી. નાના સીમર બંદર વાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ભીખુભાઈ બાંભણીયા (ઉ.વ.૩૦) બોટનું ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતા પકડાયા હતા.
જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. પી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.











































