ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણી ૨-૨ થી ડ્રો રહી, જેમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. પાંચમી ટી ૨૦ મેચ વરસાદને કારણે મોડી પડી હતી અને દરેક મેચ ૯ ઓવર રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાકે, ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ઇનિંગના ૭.૪ ઓવર પહેલા વરસાદ ફરી શરૂ થતાં અમ્પાયરોએ મેચ રદ કરી દીધી હતી. શ્રેણી ડ્રો થયા બાદ, ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું, જેમાં બોલરોના પ્રદર્શનથી નિરાશા વ્યક્ત કરી હતી અને સમજાવ્યું હતું કે શા માટે વૈભવ સૂર્યવંશીને શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ ઐયરે શ્રેણી ડ્રો થયા બાદ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પરિણામ અલગ હોઈ શક્યું હોત કારણ કે ટીમ બીજી અને ચોથી મેચમાં અપેક્ષા મુજબ બોલિંગ કરવામાં નિષ્ફળ ગઈ. ઐયરે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઈ હોપના પ્રદર્શનની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ શ્રેણી ડ્રોમાં સમાપ્ત કરવા બદલ શ્રેયને પાત્ર છે, કારણ કે તેઓએ ઉત્તમ બેટિંગ પ્રદર્શન દર્શાવ્યું હતું. સમગ્ર શ્રેણી દરમિયાન શાઈ હોપનું બેટિંગ પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું, તેમજ હારમાંથી પાછા ફરવાની તેમની ક્ષમતા પણ હતી.
વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ ટી૨૦ મેચમાંથી એક પણ મેચમાં તક મળી ન હતી. આ વિશે પૂછવામાં આવતા, કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું, “હું તેને વારંવાર કહું છું કે તેને ચોક્કસપણે તક મળશે. વૈભવને તેની પ્રક્રિયામાં સાતત્ય જાળવવાની જરૂર છે, અને ક્્યારેક તેને રાહ જાવી પડે છે. હાલમાં અમારી પાસે બે ઉત્તમ ઓપનિંગ બેટ્સમેન છે, અને હું વૈભવ સાથે આ અંગે ચર્ચા કરી રહ્યો છું.” ટીમ ઇન્ડિયા હવે ૨૨ ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની ટી૨૦ શ્રેણી રમશે.














































