આઇપીએલ ૨૦૨૭ પહેલા, દિલ્હી કેપિટલ્સે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ દિગ્ગજ સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગાંગુલીના આગમનથી આગામી આઇપીએલ સીઝન માટે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોટા ફેરફારો થશે. યુવરાજ સિંહને તાજેતરમાં બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને હવે શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિંડા વાસને નવા ફાસ્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૫૨ વર્ષીય ચામિંડા વાસ આ પદ પર મુનાફ પટેલનું સ્થાન લેશે. દિલ્હી ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ જાહેરાત કરી.ચામિંડા વાસને વિશ્વના શ્રેષ્ઠ ડાબોડી ફાસ્ટ બોલરોમાંના એક માનવામાં આવે છે. તે આઇપીએલના શરૂઆતના વર્ષો (૨૦૦૮ થી ૨૦૧૦) માં ડેક્કન ચાર્જર્સ ટીમનો ભાગ હતો અને ૧૩ મેચોમાં ૧૮ વિકેટ લીધી હતી. તે એડમ ગિલક્રિસ્ટની કેપ્ટનશીપ હેઠળની ડેક્કન ચાર્જર્સ ટીમનો ભાગ હતો, જેણે ૨૦૦૯ માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી આઇપીએલની બીજી સીઝનની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને તેનું પ્રથમ આઇપીએલ ટાઇટલ જીત્યું હતું.
૧૯૯૪ થી ૨૦૦૯ વચ્ચેની તેમની ૧૫ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, ચામિંડા વાસે શ્રીલંકા માટે કુલ ૧૧૧ ટેસ્ટ, ૩૨૨ વનડે અને ૬ ટી ૨૦ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે પોતાની બોલિંગ કુશળતા દર્શાવી, ટેસ્ટમાં ૩૫૫,વનડેમાં ૪૦૦ અને ટી ૨૦ માં ૬ વિકેટ લીધી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની પાસે ૭૬૧ વિકેટ છે. તેમણે બેટથી પણ યોગદાન આપ્યું, ટેસ્ટમાં ૩૦૮૯ રન અને વનડેમાં ૨૦૨૫ રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે એક શાનદાર સદી અને ૧૩ અડધી સદી પણ છે.ચામિંડા વાસ પાસે વ્યાપક કોચિંગનો અનુભવ છે. તેમણે અગાઉ શ્રીલંકાની રાષ્ટÙીય ટીમ સાથે કોચ તરીકે કામ કર્યું છે. જાકે,આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે આ તેમનું પ્રથમ કોચિંગ કાર્ય છે. તેમણે તેમની કોચિંગ કારકિર્દીમાં અત્યાર સુધી ત્રણ અલગ અલગ ટીમો સાથે આ જવાબદારી નિભાવી છે. વાસે સૌપ્રથમ ન્યુઝીલેન્ડ ટીમ સાથે ટૂંકા કરાર સાથે કોચિંગ શરૂ કર્યું. ત્યારબાદ તેઓ ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન ફરીથી શ્રીલંકન ટીમમાં જાડાયા. ત્યારબાદ તેમને ૨૦૧૬ ટી ૨૦ વર્લ્ડ કપ માટે આયર્લેન્ડના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ૨૦૨૬ લંકા પ્રીમિયર લીગમાં કેન્ડી રોયલ્સ ટીમના મુખ્ય કોચ હતા.