ધારી તાલુકાના ગઢિયા ગામના સરપંચની આગેવાની હેઠળ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પંચાયતના પીડબ્લ્યુડી વિભાગ હસ્તકના નવા બનતા હિરાવા પાતળા રોડ પરના તીવ્ર વળાંકને દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ વળાંક અવારનવાર અકસ્માતનું કારણ બનતો હોવાથી સ્થળ પર જ ઇજનેરને બોલાવી રજૂઆત કરાઈ હતી. સરપંચની મુખ્ય માંગણી મુજબ નવા બનતા રોડના એલાઈમેન્ટમાં ફેરફાર કરી બાજુમાં આવેલી જગ્યાએ નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.










































