લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે વાડી વિસ્તારમાં એક સગીરાએ અગમ્ય કારણોસર
ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે પોલીસમાંથી જાહેર થયેલી વિગતો અનુસાર, સગીરાએ તેના પિતાએ ભાગવી રાખેલી વાડીની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરેયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































