મોરબીના રાજમાતા વિજયરાજ કુંવરબાનું ૯૭ વર્ષની જૈફ વયે બિમારીને કારણે નિધન થતા શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે મુંબઈ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા બાદ મોડી સાંજે તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ થઈને મોરબી લવાયો હતો. જે બાદ મોરબીના ન્યૂ પેલેસ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ખાતે બહોળી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી, ત્યારે આજે સવારે તેમની અંતિમયાત્રા નિકળા આખુય મોરબી શોકમગ્ન બન્યું છે.
મોરબીના રાજમાતા વિજયરાજ કુંવરબાનું ગઈકાલે ૧૭મી ઓક્ટોબરને ૨૦૨૬ના રોજ ૯૭ વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબી બીમારી અને ઉંમર સંબંધિત તકલીફોના કારણે છેલ્લા કેટલાક સમયથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેઓ ૯૭ વર્ષની વયે ગઈકાલે જીંદગીની જંગ હારી જતા રાજવી પરિવાર સહિત મોરબીવાસીઓમાં શોકનો માહોલ છવાયો છે.
ગઈકાલે રાજમાતાએ હોસ્પિટલમાં સારવાર દરમિયામ દમ તોડ્યા બાદ તેમના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન મારફતે વાય રાજકોટ થઈને મોરબી લવાયો હતો. મોરબીના ન્યૂ પેલેસમાં મોડી સાંજે તેમના પાર્થિવ દેહને રખાયો હતો, ત્યારે હજારો ચાલકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આજે સવારે તેમની અંતિમયાત્રામાં પણ હજારોની જનમેદની ભેગી થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડ ઉમડી પડી હતી અને આખું મોરબી શોક મગ્ન બન્યું હતું.
આજે રવિવારે સવારે મોરબીના ન્યૂ પેલેસથી સ્વ. વિજયરાજ કુંવરબાની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રા ન્યુ પેલેસથી નીકળીને એલ.ઈ. કોલેજથી નટરાજ ફાટક પાસે આવેલા વાઘજીબાપુના બાવલા, ત્યાંથી પુલ ઉપર થઈને મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીન ચોક અને નેહરુ ગેટ, પછી યાત્રા ગેસ્ટ હાઉસ રોડ થઈને શક્તિ ચોક અને ત્યાંથી વીસી ફાટક થઈને રાજપરિવારના સ્મશાન ખાતે પહોંચી હતી, જ્યાં શાહી પરંપરા સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
નોંધનીય છે કે, સ્વ. કુંવરબાનું અમદાવાદ ધંધુકા નજીક આવેલા રંગપર ગામના રાજવી પરિવારના દીકરી હતા. લગ્ન બાદ તેઓ મોરબી સ્ટેટના મહારાણી અને ત્યારબાદ રાજમાતા બન્યા હતા. મોરબીની જનતા પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. કારણ કે, ૧૯૭૯ મોરબી હોનારત સમયે તેમને સમાજ સેવાથી ખુબ લોક પ્રસિદ્ધિ મેળવી હતી. મુશ્કેલીમાં મદદ માટે તેમને રાજવાડાના ખજાના ખુલ્લા મુકી લીધા હતા, ત્યારે ૯૭ વર્ષની જૈફ વયે તેમને દુનિયામાંથી વિદાય તેવા આજે મોરબી આખું શોકમગ્ન બન્યું છે.









































