અમરેલી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે બાબરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી સંજય ઉર્ફે સી જે મનુ વાઘેલાને પોરબંદર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્‌યો હતો. બાબરા તાલુકાના નાની કુંડળ ગામે મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડની ચોરી કરાઈ હતી. આ ગુનામાં આરોપીનું નામ ખુલ્યું હતું. આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીને બાબરા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.