અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિદ્યાર્થી પ્રમુખ દ્વારા વિવિધ શાળા અને કોલેજના સંચાલકો તેમજ શિક્ષકોના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિદ્યાર્થી પ્રમુખ આર્યન માધવડ, વિદ્યાર્થી સહપ્રમુખ ભવ્ય સવાણી, વિદ્યાર્થી સહપ્રમુખ કુણાલ ભુવા, સાપ્તાહિક મિલન કેન્દ્ર પ્રમુખ માધવ ભટ્ટ, સુરક્ષા પ્રમુખ કુણાલ જોશી, સુરક્ષા સહપ્રમુખ આર્યન ભુવા, સુરક્ષા સહપ્રમુખ રઘુવીર ભુવા અને બલોપાસના કેન્દ્ર પ્રમુખ વરૂણ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.