શિક્ષણ અને સંસ્કાર માટે સુવિખ્યાત શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ અષાઢી બીજ ઉત્સવ ઉજવાયો હતો. બાળકોને વિડીયો દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું મહાત્મય સમજાવી ભાવપૂજન કરાવાયું હતું. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ પ્રેરક હાજરી આપી કચ્છીઓના નવા વર્ષ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ અષાઢ માસના ગીતો અને લોકસાહિત્યના દુહા રજૂ કર્યા હતા.





































