મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે તેઓ ગાયકો દલેર મહેંદી અને મીકા સિંહ સાથે વાત કરશે. મુખ્યમંત્રીએ દલેર મહેંદી ઘટના અંગે ભાજપ રાજ્ય કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. કુંજપુરી મેળામાં કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે ગાયક દલેર મહેંદીને સ્ટેજ પર ઠપકો આપ્યો હતો, જેના કારણે વિરોધ થયો હતો. અભિનેતા અનુપમ ખેર અને રાજપાલ યાદવના નિવેદનો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.અનુપમ ખેરે કહ્યું કે તેઓ દલેર મહેંદીને ૨૫ થી ૩૦ વર્ષથી ઓળખે છે અને તેઓ એક અગ્રણી કલાકાર છે. તેઓ આ કાર્યક્રમમાં હાજર નહોતા. તેમણે કહ્યું કે દલેર મહેંદીએ લિપ-સિંક કર્યું હશે. તેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી બીમાર છે. તેઓ વચન મુજબ કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા પહોંચ્યા હશે, પરંતુ જાહેરમાં આરોપ લગાવવા યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નિવેદનમાં, રાજપાલ યાદવે કહ્યું કે સ્ટેજ પર આવા શબ્દોનો ઉપયોગ કરવો એ ગાયક માટે અયોગ્ય છે. તેમણે કહ્યું કે કલા ખરીદી શકાતી નથી. કલા જીવન છે અને જીવનનું સન્માન કરવું જાઈએ. તેમણે એમ પણ કહ્યું કે દલેર મહેંદી દારૂ પીતા નથી અને તેમની તબિયત ખરાબ છે.
આ વિવાદ પર કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલનું નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે દલેર મહેંદી નશામાં હતા, પરંતુ તેમને ખબર નહોતી કે તેઓ શેના પ્રભાવ હેઠળ હતા. આવા પ્રખ્યાત કલાકારની તબીબી તપાસ જરૂરી નથી. તેમને બાદમાં જાણ કરવામાં આવી કે દલેર મહેંદી બીમાર છે.ઉનિયાલે કહ્યું કે જા તેઓ બીમાર હોત, તો તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને જાણ કરવી જાઈતી હતી અથવા હાજરી ન આપવી જાઈતી હતી. તેમના મતે, તેમને કાર્યક્રમમાં હાજરી આપવા માટે ૩૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તેમને અલગ હોટલમાં રહેવાની વ્યવસ્થા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેમનો ઈરાદો સંગીતને બદનામ કરવાનો નહોતો, પરંતુ જ્યારે દલેર મહેંદી ૪૫ મિનિટ સુધી પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે તેમણે જનપ્રતિનિધિ તરીકે તેમને અટકાવ્યા. તેમણે કહ્યું કે કલાકારોનું સન્માન કરવું જાઈએ, અને કલાકારોએ પણ તેમની ગરિમાનું ધ્યાન રાખવું જાઈએ.









































