બોમ્બે હાઈકોર્ટે સોમવારે કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શનો મૂળભૂત અધિકાર છે, પોલીસ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકતો સામાન્ય આદેશ જારી કરતા પહેલા વિરોધીઓની પૃષ્ઠભૂમિ અને સામાન્ય લોકોને થતી અસુવિધા જેવા પાસાઓનો વિચાર કરવો જાઈએ.
મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે મહારાષ્ટÙ સરકારને શહેરમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામેના તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે લોકોની અટકાયત કરી હોવાનો આરોપ લગાવતી અરજીઓનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો.
કોર્ટ વકીલ સાવર દેવરે દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકોની કથિત પોલીસ બર્બરતા અને અટકાયતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.અરજીમાં પોલીસને આવા શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં ભાગ લેનારા કોઈપણને અટકાયતમાં ન લેવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. સોમવારે, વકીલ ગાયત્રી સિંહે ગયા અઠવાડિયે શાંતિપૂર્ણ કૂચમાં ભાગ લીધા બાદ પોલીસે અટકાયતમાં લીધેલા ચાર લોકો વતી અરજી દાખલ કરી હતી.
સિંહે જણાવ્યું હતું કે ચારેયને આખા દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, પછી ઘરે જવા માટે કહેવામાં આવ્યું હતું, અને પછી નજરકેદ કરવામાં આવ્યા હતા. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મિહિર દેસાઈએ બે અન્ય વ્યÂક્તઓના સોગંદનામા રજૂ કર્યા હતા જેમને પોલીસે તેમના ઘરેથી અટકાયતમાં લીધા હતા.
બેન્ચે કહ્યું, “દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આવા વિરોધ શાંતિપૂર્ણ હોવા જાઈએ. અમે જાયું છે કે મહારાષ્ટÙમાં પોલીસે નોંધપાત્ર સંયમ રાખ્યો છે. આવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારાઓની પૃષ્ઠભૂમિની પણ તપાસ થવી જાઈએ.” તેમણે ઉમેર્યું, “તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જાઈએ. એવું ન થવું જાઈએ કે ગુનેગારો સામાન્ય નાગરિકોનો વેશ ધારણ કરે અને તેમાં જાડાય.”
આ દરમિયાન, મધ્ય મુંબઈના શિવાજી પાર્ક (જ્યાં ગયા અઠવાડિયે વિરોધ પ્રદર્શન થયા હતા) ના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરતા બે વકીલોએ અરજીઓ દાખલ કરી. તેમણે દાવો કર્યો કે હાઇકોર્ટનો એક આદેશ અસ્છેતિત્વમાં જે ત્યાં આવા કોઈપણ વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકે છે. કોર્ટે કહ્યું કે અરજદારો અને સરકારે પણ આ ફરિયાદોનો જવાબ આપવો જાઈએ. બેન્ચે આગામી સુનાવણી ૧૯ નવેમ્બરના રોજ નક્કી કરી છે.








































