સોમવારે સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલીથી ગભરાટ ફેલાયો. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૧.૧૭ ટકા અને નિફ્ટી ૧.૧૧ ટકા ઘટીને બંધ થયો. એÂક્સસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ટ,એનટીપીસી,એચડીએફસી બેંક અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં આજે ભારે વેચવાલી જાવા મળી, જેના કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું.
સોમવારે,બીએસઇ સેન્સેક્સ ૮૭૬.૩૭ પોઈન્ટ (૧.૧૭ ટકા) ઘટીને ૭૩,૮૫૨.૯૦ પર બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૫૭.૨૦ પોઈન્ટ (૧.૧૧ ટકા) ઘટીને ૨૨,૮૮૮.૯૫ પર બંધ થયો. નોંધનીય છે કે ગયા અઠવાડિયે, બજારમાં મજબૂત તેજી જાવા મળી હતી, જેમાં ટીસીએસ સહિત ઘણા આઇટી શેર મજબૂત વધારા સાથે બંધ થયા હતા.
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ચાર કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ હતી, જ્યારે બાકીની ૨૫ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ હતી, અને એક કંપનીનો શેર યથાવત બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી માત્ર નવ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ હતી, જ્યારે બાકીની ૪૧ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થઈ હતી.
સેન્સેક્સની કંપનીઓમાં, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક,એસબીઆઇના શેર આજે સૌથી વધુ ૧.૧૨ ટકાના વધારા સાથે બંધ થયા હતા. દરમિયાન, ખાનગી ક્ષેત્રની એÂક્સસ બેંકના શેર આજે સૌથી વધુ ૩.૮૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.સેન્સેક્સના બાકીના શેરોમાં, અદાણી પોર્ટ્‌સ ૧.૦૭ ટકા,એલએન્ડટી ૦.૬૧ ટકા અને ઇÂન્ડગો ૦.૨૪ ટકાના વધારા સાથે બંધ થયા હતા. મારુતિ સુઝુકીના શેર યથાવત બંધ થયા હતા.
બીજી તરફ, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૮૨ ટકા, ઇન્ફોસિસ ૨.૭૨ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૫૪ ટકા, ટ્રેન્ટ ૨.૪૩ ટકા,એનટીપીસી ૨.૩૭ ટકા,એચડીએફસી બેંક ૨.૨૭ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૧૬ ટકા, બજાજ ફિનસર્વ ૧.૯૭ ટકા, ભારતી એરટેલ ૧.૬૯ ટકા, ઇટરનલ ૧.૪૦ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૧.૦૬ ટકા, ટાટા સ્ટીલ ૦.૯૭ ટકા, સન ફાર્મા ૦.૮૫ ટકા,આઇટીસી ૦.૭૬ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૭૬ ટકા, ટાઇટન ૦.૬૭ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૫૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૫ ટકા, પાવર ગ્રીડ ૦.૩૮ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૨૧ ટકા,બીઇએલ ૦.૧૭ ટકા,ટીસીએસ ૦.૦૮ ટકા અને એચસીએલ ટેકના શેર ૦.૦૭ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
એ યાદ રહે કે દશેરા અથવા વિજયાદશમી નિમિત્તે સ્થાનિક શેરબજાર આજે બંધ રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ મંગળવારે ટ્રેડિંગ નહીં કરે. ૨૦૨૬ માટે એક્સચેન્જના રજા કેલેન્ડર મુજબ, મંગળવારે દશેરા નિમિત્તે શેરબજાર બંધ રહેશે. ઇÂક્વટી, ડેરિવેટિવ્ઝ અને સિક્્યોરિટીઝ લેÂન્ડંગ અને બોરોઇંગ સેગમેન્ટમાં ટ્રેડિંગ અને સેટલમેન્ટ બંધ રહેશે. આ મહિને આ બીજી શેરબજાર રજા છે.બીએસઇ અને એનએસઇ અગાઉ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે બંધ હતા.
દશેરાની રજા પછી, ૨૧ ઓક્ટોબર, બુધવારના રોજ શેરબજાર ફરી ખુલશે. સામાન્ય કામકાજના દિવસોમાં, શેરબજારમાં ટ્રેડિંગ સવારે ૯ઃ૧૫ થી બપોરે ૩ઃ૩૦ વાગ્યા સુધી હોય છે. આનો અર્થ એ છે કે રોકાણકારો મંગળવારે નિયમિતપણે શેર ખરીદી અને વેચાણ કરી શકશે નહીં, જ્યારે બુધવારે સામાન્ય ટ્રેડિંગ ફરી શરૂ થવાની ધારણા છે.