વિદ્યાગુરૂ સાયન્સ સ્કૂલ એ ધોરણ ૧૨ સાયન્સના બોર્ડ પરિણામમાં ફરી એકવાર ઐતિહાસિક સિદ્ધિ મેળવી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બોર્ડ પરીક્ષામાં ૯૯.૯૯ PR સાથે ખાંભલા મહેક બાબુલાલે ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાના નામને ગૌરવ અપાવ્યું છે. સાથે જ વિરાણી પ્રિયાંશી ભરતભાઈએ ૯૯.૯૮ PR સાથે GUJCET પરીક્ષામાં ગુજરાતમાં દ્વિતીય સ્થાન તથા ૯૯.૯૭ ઁઇ સાથે બોર્ડ પરીક્ષામાં ગુજરાતમાં
તૃતીય સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ નોંધાવી છે. એટલે કે ગુજરાત પ્રથમ, દ્વિતીય અને
તૃતીય ક્રમાંક એક જ સ્કૂલ માંથી હોય તેવી ઉજ્જવળ સિદ્ધિ સાથે, શાળાના અન્ય ૧૬ વિદ્યાર્થીઓએ સાયન્સ છ૧ ગ્રેડ અને ૨૬ વિદ્યાર્થીઓએ છ૨ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તેમજ GUJCET પરીક્ષામાં કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ૧૦૦થી વધુ ગુણ મેળવી શાળાની ઉત્કૃષ્ટતા સાબિત કરી છે.કલેકટર સાહેબ વિકલ્પ ભારદ્વાજ અને DY.SP. સાહેબ શ્રી દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
વિદ્યાગુરૂ સાયન્સ સ્કૂલ દર વર્ષે ઉત્તમ અને ઐતિહાસિક પરિણામ આપવાની પોતાની પરંપરા યથાવત્ રાખી રહી છે.આ અવસર પર શાળાના સંચાલકો મેહુલભાઈ ધોળકિયા, જતીનભાઈ મહેતા અને અંકુરભાઈ ઠુમ્મરે તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ શાળાના સમર્પિત શિક્ષકમંડળ અને સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ આવી જ ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરીને શાળા અને જિલ્લાના ગૌરવમાં વધારો કરશે.










































