બાબરા શહેરમાંથી એક પુરુ, છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયો હોવાની ઘટના સામે આવી હતી. ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલી હોસ્પિટલે જવાનું કહીને નીકળેલો આ પુરુષ ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતાતુર હાલતમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. જાગૃતિબેન લાલદાસ હરીયાણી (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેના પતિ લાલદાસ શિવદાસ હરીયાણી (ઉં.વ. ૪૪) ગત તારીખ ૦૧/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૬ઃ૦૦ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. તેઓ ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલી ‘મધરકેર હોસ્પિટલ’ પાસે આવેલી ‘સેંજલ પાઉભાજી’ની દુકાનેથી દવાખાનાના કામે જવાનું કહીને નીકળ્યા હતા. દવાખાનાનું કામ પતાવી તેઓ સમયસર ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.