પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ૫ મેના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આ પ્રસ્તાવિત બેઠક પહેલાં ત્રણ અન્ય સાંસદો સાથે રાષ્ટ્રપતિને મળશે. આ બધા સાંસદો તાજેતરમાં ભાજપમાં જાડાયા છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયે આ સાંસદોને ૫ મેના રોજ સવારે ૧૦ઃ૪૦ વાગ્યે મળવાનો સમય આપ્યો છે. તેઓ પંજાબ સરકાર દ્વારા રાજ્ય મશીનરીના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવવાના અહેવાલ છે. તેમનો આરોપ છે કે રાજકીય બદલાના ભાગ રૂપે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી માન એ જ દિવસે બપોરે ૧૨ વાગ્યે રાષ્ટ્રપતિને મળશે. તેમણે આમ આદમી પાર્ટીના છ સાંસદોને પાછા બોલાવવાના મુદ્દાને ઉકેલવા માટે સમય માંગ્યો છે. પાર્ટી ૮૦ ધારાસભ્યોને દિલ્હી મોકલવાની તૈયારી કરી રહી છે, જાકે ફક્ત મુખ્યમંત્રી જ રાષ્ટ્રપતિને મળશે.









































