લીલીયા મોટામાં નવું પંચાયત ઘર બનાવવા માટે ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ મંજૂર થયેલી છે. જેના અનુસંધાને સરપંચ જીવનલાલ વોરા મનસ્વી રીતે જગ્યા પસંદ કરી અયોગ્ય જગ્યાએ પંચાયત ઘર બનાવવા જઇ રહ્યા છે. આથી ગ્રામજનો, વેપારીઓ નારાજ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તે જગ્યાએ ગટરના પાણી અને ચોમાસમાં વરસાદી પાણી ભરાય છે. ત્યાં ર્પાકિંગની વ્યવસ્થા પણ નથી. ગ્રામજનોએ આ મુદ્દે યોગ્ય વિચારણા કરી નવી જગ્યા પસંદ કરવા માગણી કરી છે. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી,
આભાર – નિહારીકા રવિયા પશુ દવાખાનાની બાજુમાં આવેલી સરકારી જમીનમાં પંચાયત ઘર બને તો તે બધા માટે અનુકૂળ રહેશે.