અમરેલી જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર શીતલ કુલ પ્રો઼ડક્ટસ લિમિટેડ અમરેલી માટે ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધો.૧૦થી સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, (૦૧થી ૦૨ વર્ષનો અનુભવ) અને લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.૦૮.૦૫.૨૦૨૬ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર ર્ઙ્મખ્તૈહ કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશ.