જાફરાબાદ નજીક આવેલી લુણસાપુર સ્થિત સિન્ટેક્સ કંપની ખાતે ગુજરાત સ્થાપના દિવસ અને મજદૂર દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજુલાના ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશરે ૪૫૦ જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓને વર્તમાન સમયમાં વધતા સાયબર ફ્રોડથી બચવા અને ઓનલાઈન છેતરપિંડી સામે સતર્ક રહેવા અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રશંસનીય આયોજનમાં જાફરાબાદના પીએસઆઈ વી.આર. રાઠોડ, કંપનીના એડમિન હેડ મનીષ સ્વામી, એચ.આર. હેડ વિનોદ ત્રિવેદી, સિક્યુરિટી હેડ સંદીપ સિંગ અને ઇન્ચાર્જ હિરેન ડોડીયા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ટેકનોલોજીના સુરક્ષિત ઉપયોગ અંગે જરૂરી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.










































