રાજકોટ ગેમ ઝોન અગ્નીકાંડ મામલે મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની સામે આવક કરતાં વધુ મિલકત એટલે કે અપ્રમાણસર મિલકત બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઇડીના જ આંકડા મુજબ તેમની પાસે ૨૪.૩૧ કરોડની વધારાની મિલકત હોવાનું માલૂમ પડ્યુ હતુ. હવે આ જ મનસુખ સાગઠિયા હાલમાં જામીન પર મુક્ત છે. આગામી દિવસોમાં ઇડી તેમની સામે વધુ પગલાં લે તેમ મનાય છે. ઘણાનું કહેવું છે કે જો ઇડી બરોબર તપાસ કરે તો તેમની પાસે હજી પણ ઘણી અઘોષિત આવક મળી શકે છે.

મનસુખ સાગઠિયા તેમણે દર્શાવેલી બેદરકારીએ ૨૭ના ભોગ લીધા, રાજકોટ મનપાને કાળી ટીલી લાગી, તેમને લાંચ કાડે રાજકોટ મનપાને બદનામ કર્યુ. તેના બદલામાં તેમની ધરપકડ થઈ અને આજે તે બે કે ત્રણ વર્ષ પછી જામીન પર ખુલ્લેઆમ બહાર ફરતા હતા. સુપ્રીમ કોર્ટે તેમના જામીન ગયા વર્ષે મંજૂર કર્યા હતા.

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં આરોપી મનસુખ સાગઠિયા વતી, તેમના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં કુલ ૩૬૫ સાક્ષીઓ છે, જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે. આરોપી છેલ્લા ૧૫ મહિનાથી જેલમાં છે અને આ કેસમાં ટ્રાયલ માત્ર એક મહિના પહેલા જ શરૂ થઈ છે. આ ઉપરાંત, એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જા આ કેસમાં સંડોવાયેલા એટીપીને જામીન આપવામાં આવે છે, તો ટીપીઓને પણ જામીન પર મુક્ત કરવા જાઈએ અને આ સાથે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતે દોઢ મહિના પહેલા ઇલેશ ખેરને જામીન પર મુક્ત કર્યા હતા, જે મ્યુનિસિપલ અધિકારી પણ હતા, તો મનસુખ સાગઠિયાને પણ જામીન પર મુક્ત કરવા જાઈએ, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

રાજકોટના નાના માવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩ લોકો ઘાયલ થયા હતા, જેના સંદર્ભમાં પોલીસે ફરિયાદી બનીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં કુલ ૧૬ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે