અમરેલીના ચિતલ ગામે શેડુભાર જવાના કાચા રસ્તેથી ૬ જુગારી રૂ.૨,૭૩,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. શબ્બીરભાઇ હુસેનભાઇ બેલીમ, સુરેશભાઇ ધીરૂભાઇ લીંબાસીયા, કિરીટભાઇ છગનભાઇ જેઠવા, રાજેન્દ્રભાઇ રમેશભાઇ મકવાણા, ભુપતસિંહ પ્રતાપસિંહ સરવૈયા તથા સુલેમાનભાઇ અબ્દુલાભાઇ બાવનકા ચિતલ ગામે શેડુભાર જવાના કાચા રસ્તે રાજુભાઇ આંબાભાઇ પાથરની વાડી પાસે જાહેરમાં લાઇટના અંજવાળે પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૨૭,૯૫૦, મોબાઇલ ફોન નંગ-૪, મોટર સાયકલ – ૦૫ સહિત કુલ રૂ.૨,૭૩,૯૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે કે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.