રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં નિર્ધારિત ‘પંચ પરિવર્તન’ના આયામોમાંથી પ્રેરણા મેળવીને તાજેતરમાં ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલિટેકનિક, અમરેલી ખાતે પર્યાવરણ જાળવણીનો સુંદર કાર્યક્રમ સંપન્ન થયો હતો. સંસ્થાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓએ તા. ૨૯.૦૪.૨૫ ના રોજ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને રોજબરોજના વ્યવહારમાં પ્લાસ્ટિકના સ્થાને કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પ્રત્યેક વિદ્યાર્થીને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણને નુકસાનકર્તા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા માટે તમામ ઉપસ્થિતોએ સામૂહિક શપથ લીધા હતા.









































