સાવરકુંડલામાં નાવલી પોલીસ ચોકી પાસેથી દારૂની બોટલ, બિયરના ટીન પકડાયા હતા. ભાવેશભાઇ ઉર્ફે પગી વિનુભાઇ ઉનાવા (ઉ.વ.૩૯) બાઈક લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ તથા બિયરના ૫ ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૨૯,૧૦૭નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નારાયણ નગર ગામે ચામુંડાનગર વિસ્તારમાંથી એક મહિલાના રહેણાંક મકાનેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી ૭ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.









































