અમરેલી ખાતે આગામી તા. ૩ મે, ૨૦૨૬ના રોજ નીટ (યુ.જી)-૨૦૨૬ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દીપક હાઈસ્કૂલ, કમાણી સાયન્સ કોલેજ અને શ્રીમતી એસ.એસ. અજમેરા કન્યા વિદ્યાલય ખાતે યોજાશે. સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી પરીક્ષા યોજાનાર છે.આ પ્રસંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડીને વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની હદમાં જાહેર માર્ગ પર ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. માત્ર ફરજ પરના અધિકારીઓ અને અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ મળશે.પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ, કેમેરા, લેપટોપ સહિત તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ રહેશે. લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે, જેથી પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે.આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.






































