કોંગ્રેસે રાજ ઠાકરેની પાર્ટી, મનસે સાથે ગઠબંધનને નકારી કાઢ્યું છે અને જાહેરાત કરી છે કે તે મ્સ્ઝ્ર અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકલા લડશે. વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજ ઠાકરે ઇચ્છે છે કે કોંગ્રેસ તેમની સાથે ગઠબંધન કરે. જવાબમાં, કોંગ્રેસે સ્પષ્ટપણે કહ્યું કે તે હાલમાં રાજ ઠાકરે સાથે ગઠબંધનના મૂડમાં નથી.મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ આ સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે ગઠબંધન નહીં કરે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પોતાના દમ પર લડશે. ચેન્નીથલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં રાજ ઠાકરેની પાર્ટીને સ્ફછમાં સામેલ કરવા કે તેમની સાથે જાડાણ કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. “અમે હાલમાં કોઈ ગઠબંધન કરી રહ્યા નથી. ભવિષ્ય શું હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલમાં  એમએનએસ સાથે જાડાણ અંગે કોઈ વિચારણા નથી.”તેમણે વધુમાં જણાવ્યું કે એમવીએ (મહા વિકાસ આઘાડી) માં ઘણા મતભેદો છે અને કોંગ્રેસના કાર્યકરો ઇચ્છે છે કે પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડે. તેમને સ્થાનિક સ્તરે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઈપણ સૂચનો પ્રાપ્ત થશે તે હાઇકમાન્ડને મોકલવામાં આવશે, અને ત્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.આ દરમિયાન, ભાજપે અમરાવતીમાં નાગરિક ચૂંટણીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ભાજપની ચૂંટણી સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આગામી ચૂંટણીઓ માટે સમગ્ર તંત્ર તૈયાર છે. પ્રદેશ પ્રમુખે ચૂંટણીના સંદર્ભમાં બેઠકોનું આયોજન કર્યું છે. “જ્યાં ગઠબંધન શક્્ય છે, ત્યાં અમે ગઠબંધન કરીશું, અને જ્યાં નહીં હોય, ત્યાં અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું,” તેમણે કહ્યું. ફડણવીસે કહ્યું કે પાર્ટીના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે જા કોઈ પણ વિસ્તારમાં ગઠબંધન નિષ્ફળ જાય તો સાથી પક્ષોની ટીકા ન કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી) આગામી ચૂંટણીઓમાં જંગી સફળતા મેળવશે.સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા અંગે, ફડણવીસે કહ્યું કે પાર્ટીનો દરેક કાર્યકર ઈચ્છે છે કે પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડે, પરંતુ આપણે સંજાગોના આધારે નિર્ણયો લેવા પડશે.