જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાનારા રાજ્યસભાના સાંસદો પર આકરા પ્રહારો કર્યા છે. ઓમરએ કહ્યું, “આ સાંસદો પોતાના દમ પર એક પણ પંચાયત ચૂંટણી પણ જીતી શકતા નથી.” બેંગલુરુમાં, સીએમ ઓમર અબ્દુલ્લાએ રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોના આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાડાવાનો ઉલ્લેખ કરતા કહ્યું, “જા આ લોકો પાર્ટી છોડી ગયા હોય, તો તે ઠીક છે, પરંતુ મને નથી લાગતું કે આનાથી આમ આદમી પાર્ટીને તાત્કાલિક કોઈ મોટું નુકસાન થશે. થોડું નુકસાન થવાની અપેક્ષા છે.”
તેમણે કહ્યું કે રાજ્યસભાના સાત સાંસદો ભાજપમાં જાડાયા છે, પરંતુ તેમાંથી કોઈ પણ પોતાના દમ પર એક પણ બેઠક જીતવા સક્ષમ નથી. “મને નથી લાગતું કે તેમના ભાજપમાં જાડાવાથી ભાજપને પાયાના સ્તરે ૧૦ મતોથી પણ ફાયદો થશે,” તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું કે આમાંથી કોઈ પણ સાંસદ પોતાના દમ પર પંચાયત ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવતા નથી.
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાનની ટકાવારી અંગે ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના પોતાના મતવિસ્તારમાં મતદાનમાં ૨૫ ટકાનો ઘટાડો જાવા મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં ૭૦ બેઠકો એવી છે જ્યાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યા ગત ચૂંટણીમાં ભાજપના વિજય કે હારના માર્જિન કરતાં વધુ છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “મેં હંમેશા કહ્યું છે કે ઈફસ્ કોઈ ખતરો નથી, પરંતુ મતદાર યાદીમાં છેડછાડનો ખતરો છે. કોર્ટે આ બાબતનું ધ્યાન લેવું જાઈતું હતું, પરંતુ આ મામલો ચૂંટણી પછી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.”
તેમણે કહ્યું કે જે લોકો મતદાનમાં વધારો થવાનો દાવો કરી રહ્યા છે તેઓ કાં તો ભાજપની પ્રેસ નોટ ટાંકી રહ્યા છે અથવા ડેટાની સંપૂર્ણ તપાસ કરી નથી. વાસ્તવમાં, મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. જીંઇ ને કારણે મોટી સંખ્યામાં મતદારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જેના કારણે મતદાનની ટકાવારી વધી રહી હોય તેવું લાગે છે.
રાજ્યસભાના ૭૩ સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ અંગે તેમણે કહ્યું, “આ મામલો હવે સંસદ સમક્ષ છે. ચાલો જાઈએ કે ત્યાં શું થાય છે.” જા આનાથી કોઈ પરિણામ ન આવે તો પણ, આટલા બધા સાંસદોએ સહી કરી છે તે હકીકત ઓછામાં ઓછી મુખ્ય ચૂંટણી કમિશનરને એ વિચારવા માટે મજબૂર કરશે કે તેમના કામમાં કંઈક ખોટું છે.