ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌરે ૫ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌરે શનિવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશને કાનૂની નોટિસ મોકલી છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડા. ગુરપ્રીત કૌરે નિવૃત્ત ન્યાયાધીશને કાનૂની નોટિસ મોકલી છે, જેમાં ૨૪ કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે, જા તે નિષ્ફળ જશે તો કઇ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગએ પંજાબ સરકાર અને રાજ્ય પોલીસ વડાને ફરિયાદ અંગે નોટિસ ફટકારી હતી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે માનની પત્નીએ બળાત્કારના કેસને દબાવવા માટે ૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે કહ્યું કે આરોપો ગંભીર છે અને મુખ્યમંત્રીએ આ આરોપો પર સ્પષ્ટતા આપવી જાઈએ. અહીં પત્રકારો સાથે વાત કરતા વારિંગે કહ્યું કે મુખ્યમંત્રીએ આ મુદ્દા પર સ્પષ્ટતા આપવી જાઈએ. તેમણે સમજાવવું જોઈએ કે આવા આરોપો શા માટે લગાવવામાં આવ્યા અને મામલો શું છે. શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માનએ આરોપોનો જવાબ આપવો જાઈએ.
મજીઠિયાએ શનિવારે ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે તમારી પત્ની પર ૫ કરોડ રૂપિયાની લાંચ માંગવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે અને એનએચઆરસીએ તમારા ડીજીપી અને મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે પીડિતાને ન્યાય મળે તે માટે, ભગવંત માન તાત્કાલિક કેસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરે. મજીઠિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું, “ભગવંત માન, તમારી પત્ની પર પાંચ કરોડ રૂપિયા માંગવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પંજાબના લોકોએ નૈતિક ધોરણે તમારા પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તાત્કાલિક પંજાબના રાજ્યપાલને રાજીનામું આપો.”
રાષ્ટÙીય માનવ અધિકાર પંચે અધિકારીઓને આરોપની તપાસ કરવા અને બે અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. કમિશનના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે એક નિવૃત્ત ન્યાયાધીશે જાહેરમાં કહ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રીની પત્ની સાથે કથિત રીતે સંકળાયેલા બળાત્કારના કેસના સંદર્ભમાં પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.









































