મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અબુ ધાબી પહોંચ્યા. તેમણે યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી. મીડિયા અહેવાલો અનુસાર, બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય વિકાસની ચર્ચા કરી. ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પછી પ્રદેશમાં વધતા તણાવ વચ્ચે આ બેઠક સુરક્ષા ચિંતાઓ, આર્થિક હિતો અને પરસ્પર સંકલન પર કેન્દ્રિત હતી.
એનએસએ અજિત ડોભાલની આ મુલાકાત ખાડી દેશોમાં તેની પહોંચ વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઝડપી બનાવવામાં આવ્યો છે. ડોભાલે અગાઉ ૨૦ એપ્રિલે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી થયેલી આ મુલાકાતમાં ઉર્જા અને વિદેશ પ્રધાનો સહિત સાઉદી અરેબિયાના વરિષ્ઠ નેતાઓ તેમજ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાતો શામેલ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મુલાકાત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે “વડાપ્રધાનના નિર્દેશન મુજબ ગલ્ફ દેશોમાં અમારી પહોંચ ચાલુ છે.” રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ૧૯ એપ્રિલે સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, તેમણે સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન અને વિદેશ પ્રધાન તેમજ તેમના યુએઈ સમકક્ષ સાથે મુલાકાત કરી હતી.
રિયાધમાં થયેલી વાટાઘાટોને પ્રાદેશિક અસ્થિરતા પર વિચારોના મહત્વપૂર્ણ આદાનપ્રદાન અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે વર્ણવવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં ચર્ચાઓ ચાર મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતીઃ વૈશ્વિક વેપાર માર્ગો પર જાખમો હોવા છતાં સ્થિર પુરવઠા શૃંખલા સુનિશ્ચિત કરવી,હોર્મુઝ સ્ટ્રેટ અને વ્યાપક પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં ચિંતાઓને સંબોધિત કરવી,ગુપ્ત માહિતી શેરિંગ અને સંકલન વધારવું આર્થિક સંબંધોને મજબૂત બનાવવું