ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ૧૪ ઓક્ટોબર ૨૦૨૬, બુધવારના રોજ ગાયત્રી સંસ્કાર કેન્દ્રમાં ૨૯૫મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ તથા ભાયાણી પરિવાર (યુ.કે.)ના સહયોગથી આયોજિત આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં દાંતના રોગો તેમજ શ્વાસ, ડાયાબિટીસ, હરસ-મસા અને વા જેવા વિવિધ રોગોની વિનામૂલ્યે તપાસ કરી દવા આપવામાં આવશે. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ફેકો પધ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી અદ્યતન સારવાર આપવામાં આવશે, જેના માટે દર્દીઓએ આધારકાર્ડની ત્રણ નકલ સાથે લાવવાની રહેશે. દર મહિનાના બીજા બુધવારે યોજાતા આ નિઃશુલ્ક સેવા કેમ્પનો ચલાલા અને આસપાસના ગ્રામજનો વધુમાં વધુ લાભ લેવા સંસ્થાના વડા ડો. રતિદાદાએ આહ્વાન કર્યું છે.







































