દિલ્હી હાઇકોર્ટે કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની પત્ની, અભિનેત્રી લીના મારિયા પોલોઝ દ્વારા દાખલ કરાયેલ ૨૦૦ કરોડની ખંડણીના કેસની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી લીના પાઉલોસને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા. જોકે, પાઉલોસને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. તેણી જેલમાં રહેશે, કારણ કે કોર્ટે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરાયેલા સંબંધિત કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટીસ પ્રતીક જાલાને બે કેસમાં પાઉલોસની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું, “મંે એમસીઓસીએ હેઠળના કેસમાં જામીન અરજી ફગાવી દીધી છે. તેણીને ફક્ત બીજા મની લોન્ડરિંગ કેસમાં જ જામીન આપવામાં આવ્યા છે.” દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે પાઉલોસના પતિ ચંદ્રશેખરે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરો, શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહની પત્નીઓ સાથે ૨૦૦ કરોડની છેતરપિંડી કરી હતી. સુકેશ ચંદ્રશેખર પર કાયદા મંત્રાલયના અધિકારી તરીકે ઓળખાણ આપવાનો આરોપ છે, અને એવો આરોપ છે કે બંને મહિલાઓએ તેમના પતિઓને જામીન મેળવવા માટે તેમને કરોડો રૂપિયા ચૂકવ્યા હતા. લીના પાઉલોસ પર પણ કથિત ગુનામાં સંડોવણીનો આરોપ હતો અને ૨૦૨૧ માં ખંડણીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૪ માં દાખલ કરાયેલી અરજીમાં, લીના પાઉલોસે ટ્રાયલમાં વિલંબ, ત્રણ વર્ષથી વધુની જેલ અને અન્ય સહ-આરોપીઓને જામીન આપવાનો ઉલ્લેખ કરીને જામીન માંગ્યા હતા. લીના પાઉલોસ સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.ઇઓડબ્લ્યુએ લીના પાઉલોસ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૦, ૧૮૬, ૩૮૪, ૩૮૬, ૩૮૮, ૪૧૯, ૪૨૦, ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૩૫૩, ૫૦૬, ૧૨૦મ્, માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ ૬૬ડ્ઢ અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ, ૧૯૯૯ ની કલમ ૩ અને ૪ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડીએ લીના પાઉલોસ, તેના પતિ સુકેશ ચંદ્રશેખર અને અન્ય લોકો પર શેલ કંપનીઓ બનાવવા અને ગુનામાંથી મળેલી રકમ જમા કરાવવા માટે હવાલા માર્ગનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા સંબંધિત મની લોન્ડરિંગ કેસ પણ દાખલ કર્યો હતો.











































