ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલ ૨૦૨૬ પ્લેઓફ પરિદૃશ્યઃ પાંચ વખતની ચેમ્પીયન ચેન્નઈ સુપર કિંગ્સ, જે એક સમયે આઈપીએલ ૨૦૨૬ માં મુશ્કેલીમાં દેખાતી હતી, તેણે હવે નોંધપાત્ર વાપસી કરી છે. દિલ્હીમાં વિજયથી ટીમને એક નવી દિશા મળી છે, અને તેમની પ્લેઓફની આશા હવે મજબૂત દેખાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી. ચેન્નાઈએ ૧૮મી ઓવરમાં ૧૫૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. આ જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન હતો, જેણે અણનમ ૮૭ રન બનાવ્યા, જ્યારે કાર્તિક શર્માએ ૪૧ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. બંને બેટ્‌સમેન વચ્ચેની ભાગીદારીએ મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી.

સતત ત્રણ હાર બાદ, સીએસકેની સ્થિતિ ભયાનક લાગતી હતી, પરંતુ હવે ટીમે છેલ્લી ચાર મેચમાં ત્રણ જીત નોંધાવીને વાપસી કરવાની તાકાત બતાવી છે. ૧૦ મેચમાંથી ૧૦ પોઈન્ટ સાથે, ટીમ હવે પ્લેઓફની દોડમાં મજબૂતીથી આગળ વધી ગઈ છે, અને ચાહકો ફરી એકવાર આશા જોઈ રહ્યા છે. સીએસકે માટે આગળનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે. ટીમ હવે લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે સતત બે મેચ રમશે, એક ઘરેલું અને એક બહાર. ત્યારબાદ તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે, જ્યારે લીગ સ્ટેજની અંતિમ મેચ ગુજરાત ટાઇટન્સ સામે હશે. તેમના વર્તમાન ફોર્મને જોતાં, સીએસકે આ મેચોમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી શકે છે.

પ્લેઓફમાં પહોંચવા માટેનું સમીકરણ સ્પષ્ટ છે. સીએસકેએ તેમની બાકીની ચાર મેચોમાંથી ઓછામાં ઓછી ત્રણ જીતવી પડશે. આમ કરવાથી ટીમ ૧૬ પોઈન્ટ પર પહોંચી જશે, જે સામાન્ય રીતે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પૂરતું માનવામાં આવે છે. એકંદરે, એ યોગ્ય સમયે ગતિ મેળવી છે અને હવે ફરી એકવાર પ્લેઓફની દોડમાં મજબૂતીથી આગળ વધી રહી છે. ચેન્નાઈની ટીમ કેટલી આગળ વધી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.