નારાયણ સરોવર વિસ્તારમાંથી શંકાસ્પદ માદક પદાર્થના ૧૦ પેકેટ મળી આવ્યા છે. સુગર ક્રીક ટાપુ નજીક દરિયામાંથી પેકેટો બિનવારસી હાલતમાં મળ્યા છે અને પોલીસ અને એસઓજીની (ર્જખ્ત) સંયુક્ત કામગીરીમાં મોટો ખુલાસો થયો છે. દરેક પેકેટનું અંદાજે ૧ કિલો વજનનો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને પેકેટ પર અરબી ઉત્પાદન લખાણ જાવા મળ્યું છે. દરીયાઈ માટી અને પાણીથી ભેજયુક્ત હાલતમાં પેકેટો મળી આવ્યા છે અને પોલીસે પેકેટોને કબ્જે લઈને તપાસ હાથધરી છે.

તો નારાયણ સરોવર પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને જે પેકેટ છે તેમાં શું છે તેને લઈ એફએસેલમાં મોકલી આપ્યા છે. આ જથ્થો સરહદ પારથી આવ્યો હોવાની આશંકા પ્રબળ બનાવે છે. લાંબા સમય સુધી દરિયાઈ પાણી અને માટીમાં રહેવાને કારણે પેકેટો ભેજયુક્ત હાલતમાં મળી આવ્યા હતા. બે દિવસ અગાઉ પણ લખપતના રોડાસર-મેડી નજીક આવેલા સુગર બેટ વિસ્તારમાંથી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા હતા. બીએસએફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા હતા.

કોટેશ્વર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. પહેલા ડ્રગ્સના પેકેટો મળ્યા અને હવે પાકિસ્તાની બોટ ઝડપાઈ હોવાની વાત છે, બોટ પણ બિનવારસી હાલતમાં તરતી મળી આવી છે,બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવી છે અને બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો છે. ઝડપાયેલ બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને બોટ મળ્યા બાદ દરિયાઇ સુરક્ષામાં વધારો કરાયો છે.