લીલીયા ગ્રામ પંચાયત ખાતે સરપંચ પદને લઈને મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર થયો છે. જિલ્લા વિકાસ અધિકારીના ૧૯/૧૨/૨૦૨૫ના આદેશ મુજબ જીવનભાઈ વોરાને ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ ની કલમ ૫૭(૩) હેઠળ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં અધિક વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા કામચલાઉ હુકમ જારી કરી તેમને ફરી સરપંચ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ હુકમ ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે લાગુ થયેલી આચાર સંહિતાને કારણે તેનો અમલ વિલંબિત રહ્યો હતો. આ રોજ, ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ હુકમ પ્રાપ્ત થતા બપોરે ૧૨ વાગ્યે જીવનભાઈ વોરાએ ફરી સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલિયાએ તેમનું સ્વાગત કર્યું હતું.










































