સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વડિયા-કુંકાવાવ તાલુકામાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૩ બેઠકો જીતી બહુમતી મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ૩ બેઠકો મેળવી વિપક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે.આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના તાલુકા પ્રમુખે હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ગંભીર પડકારરૂપ બન્યું છે. બીજી તરફ, આપના ઉદયે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવા ફેરફારોની સંભાવના ઊભી કરી છે.










































