જિલ્લા પંચાયતની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ કોંગ્રેસના ઉમેદવાર ખોડાભાઈ માળવિયા સામે ૩૮ મતથી વિજયી બન્યા છે. વિજય બાદ તેમણે સૌપ્રથમ નીલકંઠ મહાદેવ મંદિરે શિશ નમાવી આશીર્વાદ લીધા હતા.ત્યારબાદ તેમણે મતગણતરી મથકથી ઉમિયા માતાજી મંદિર સુધી ધોમધખતા તાપમાં ખુલ્લા પગે પદયાત્રા કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં વિજયની ખુશી સાથે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.











































