ધોરાજી જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને એન.ડી. શાહ ફિટનેસ સેન્ટર દ્વારા સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉનાળાની ભીષણ ગરમીમાં પક્ષીઓની તરસ છિપાવવા માટે એક ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના ૭૦૦ નંગ પાણીના કુંડા તેમજ અરહમ યુવા ગ્રુપના સહયોગથી ૪૦૦ ચકલીના માળા અને ૨૦૦ બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સરાહનીય કાર્યમાં મહિલા પાંખ અને ફિટનેસ સેન્ટરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થા દ્વારા નાગરિકોને ભાવુક અપીલ કરવામાં આવી છે કે આકરી ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયાના આ કાર્યમાં સહભાગી બને.











































